STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Children Stories Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Children Stories Drama

વાડીમાં રીંગણી

વાડીમાં રીંગણી

1 min
1.5K

મારી વાડીમાં રીંગણી, વાડીમાં રીંગણી,

વાવી હો રાજ ! ઝૂલણ વણઝારી,


મેંતો રૂપાળાં રોપા, રૂપાળાં રોપા,

રોપ્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,


એને નાનકડા રીંગણ નાનકડા રીંગણ,

આવ્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,


મેંતો સૂરજદાદાને, સૂરજદાદાને,

નોતર્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,


મેંતો ચાંદામામાને ચાંદામામાને,

નોતર્યા હો રાજ ! ઝૂલણ વણઝારી,


અમે ખાંતે કરીને અમે ખાંતે કરીને,

ખાધા હો રાજ ઝુલણ વણઝારી !


Rate this content
Log in