સપનામાં આવ્યા હરિ
સપનામાં આવ્યા હરિ




મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી ઝુલાવી વ્હાલી કરી,
સામે મરકત મરકત ઉભા,
મારા મનની દ્વારિકાના સૂબા,
મારા આંસુને લૂછ્યા જરી,
આંધણ મેલ્યાંતા કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર
હરિ બોલ્યા, 'અરે બ્હાવરી',
મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી ઝુલાવી વ્હાલી કરી.