STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Children Stories Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Children Stories Others

ખોવાણું રે બાળપણ

ખોવાણું રે બાળપણ

1 min
124

બાળપણ ખોવાણું મારું, ખોવાણું રે બાળપણ,

જડ્યું હોય તો કે'જો કોઇ ખોવાણું રે બાળપણ,

શોધી આપોને કોઇ મને, ખોવાણું રે બાળપણ,


કોઈક તો પૂછો કે ક્યાં ને કેમ ? ખોવાણું રે બાળપણ,

ભણતર ને દફતરના ભાર તળે, ખોવાણું રે બાળપણ,

રીક્ષાને વાનમાં ભીડથી, ખોવાણું મારું બાળપણ,


ઊઠ્યાથી ઊંઘ્યાં સુધીમાં, શાળા ને

ક્લાસના લેસનથી, ખોવાણું મારું બાળપણ,


રમવાના ટાણે રમવા મળે ના, ને ખાવાના ટાણે ના ખાવા,

લેશન, લેશન ને લેશનથી,ખોવાણું મારું બાળપણ,


વેકેશન પણ ના મળે ભોગવવા,

મા બાપ કયાંક ને કયાંક કલાસ કે અન્ય કાર્યમાં જોડી દેતાં,

ખોવાણું મારું બાળપણ,


આજ ઘડિયાળના કાંટે દોડતાં, ખોવાણું મારું બાળપણ,

રોબોટ ની જેમ જીવાતા, ખોવાણું મારું બાળપણ,


મા બાપ ને સગા સંબંધીની ઊંચી આશા ને અપેક્ષાથી,

ખોવાણું મારું બાળપણ, આ 'મિલન' વિનવે છે કે,

કોઈને જડે કે મળે તો મને પાછું આપજો મારું બાળપણ.


Rate this content
Log in