અકબંધ
અકબંધ
હોય છે એવા ઘણા સવાલો,
જેના મળતા નથી જવાબો,
પાશેરામાં પુણી ભાગ શોધી,
એની જાણ પુરા જગને દીધી,
જીવનની વધી જટીલતા,
એટલા લોકો કેમ કરતાં,
પોતાનું જીવન ચલાવતા,
લાગતી નથી આ રહસ્ય ?
જે છે તે છે હવે વધુ ન પડતા,
સૌ કોઈ પોતાનું કરમ કરતાં,
મોટા માછલાં નાના ને ખાતા,
રહસ્યો આમ અકબંધ રહેતા.