STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

અજવાળાં કરો (ગઝલ)

અજવાળાં કરો (ગઝલ)

1 min
600

દિલ ખૂબ અજવાળીને અજવાળાં કરો,

અંધાર ઓગાળીને અજવાળાં કરો.


ત્યાં પ્રેમનો કો' દેશ ઝળહળતો હશે,

નફરત અહીં બાળીને અજવાળાં કરો.


જ્યાં ક્રોધની જ્વાળાથી દાઝે માંહ્યલો,

આંખો તહીં ઢાળીને અજવાળાં કરો.


'જેવી નજર તેવું જગત' કે'વાય છે,

સારું બધે ભાળીને અજવાળાં કરો.


'સાગર' હશે મેલી મુરાદો સામટી,

એનેય અજવાળીને અજવાળાં કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational