અજેય
અજેય


અજેય બનવું અને અજેય રહેવું એક અલગ શાન છે,
અજેય બનવું અને અજય રહેવું એક કળા, એક વિજ્ઞાન છે.
જે લોકો રહ્યા છે અજેય એમનો છે આગવો ઈતિહાસ,
એમના આગળ રહેવા પાછળ, આત્મશ્રધ્ધાનું અનુસંધાન છે.
અજેય રહેવા વાળા માં જોવા મળે છે કલ્પનાની અનેરી શક્તિ,
અજેય રહેવા વાળાની સાથે નવીનતા અને સર્જનાત્મકતાની ઉડાન છે.
અજેય બની રહેવા માટે બધાને સાથે રાખવું છે ખૂબ ઈચ્છનિય,
અજેય રહેવા માટે સહયોગ અને સહકારનું વિશિષ્ટ સ્થાન છે.
દરેક મુશ્કેલીઓનો નિકાલ કરતા હોય છે અજેય લોકો પોતાની રીતે,
આત્મસૂઝ એ અજેય લોકો માટે કુદરતનું વરદાન છે.
અજેય લોકો કોઈ પણ પરિસ્થિતિમાં નથી થઈ જાતે તાબે,
અજેય લોકો માણી શકે કોઈ પણ જાતના આહવાન છે.
આમ જુઓ તો ‘સૌરભ’, અજેય પણ બની રહે છે એક માત્ર નિશાન,
સમય જતા, સમય સામે દરેકે દરેકના ખોવાઈ જાય નામોનિશાન છે.