Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

4.7  

Bharat Thacker

Inspirational

અહો, આશ્ચર્યમ

અહો, આશ્ચર્યમ

1 min
319


જે બનવાનું છે એ બનશે, બ્રહ્માંડ પુરામાં એ નિહિત છે,

છતાં, વસ્તુઓ પાછળ ભાગતા જ રહેવું, એ માનવ જાતની રીત છે.

 

જરૂર કરતા, વધારે પ્રયત્નો કરતા રહેવામાં છે, માનવજાત પ્રવૃત,

માનવજાતની આ પ્રકૃતિ, ખરેખર તો કરે આશ્ચર્યચકિત છે.

 

આટલું વિશાળ બ્રહ્માંડ પણ, ચાલ્યા કરે છે કોઈ પ્રયત્ન વગર,

બધું જ કરી લીધા પછી પણ, માનવજાત દેખાય ચિંતીત છે.

 

પૃથ્વી ફરી રહી છે, અબજો વર્ષોથી પોતાની ધરી પર, કોઈ પ્રયત્ન વગર,

આપણે કાંઈ કરી શકીએ કે નહીં, જે થવાનું છે, એ તો નિશ્ચિત છે.

 

ખરેખર તો, નિશ્ચિત થઈને જીવી જવામાં, મજા છે અલૌકિક,

જરૂર કરતા, વધારે ભાગાભાગી કરવાના રોગ થી, માનવજાત પીડિત છે.

 

જે થવાનું છે, એ થઈ ને જ રહેવાનું છે, એટલી છે ખબર છે માનવજાતને, 

તો પણ, ખોટી રીતે ચિંતીત થઈ ને, કુદરતી જિંદગીથી રહે વંચિત છે. 

 

થોડું કુદરત પર મુકીને, જીવવાનું જો શીખી જાય માનવજાત,

આધી, વ્યાધી અને ઉપાધિમાંથી મુક્ત થઈ, થઈ શકે પુલકીત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational