Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Tragedy Inspirational

3  

ચૈતન્ય જોષી

Tragedy Inspirational

અહંકાર

અહંકાર

1 min
333

પાત્રતાના અભાવે ક્યારેક જન્મે છે અહંકાર.

કદી પણ કોઈનેય ક્યાં લેશ ગમે છે અહંકાર.

પોતાને સર્વસ્વ માનીને હોય છે એ જીવનારા

હરહંમેશ પોતાની ' વાહવાહી' માં રમે છે અહંકાર.

મથે છે દુનિયા હાથવેંતમાં મૂઠીમાં કરવા કાજે,

આખરે પરિણામે એ કેટકેટલું ખમે છે અહંકાર.

નથી પ્રિય ઈશ્વરને પણ અહંપોષી જીવો હોતા,

પામતાં હાર કદી કેવા એ તમતમે છે અહંકાર.

છે રસ્તા બધા પતનનાં માનવતાને ચૂકી જનારા,

હોય જે ગુણીજન તેને પણ ના નમે છે અહંકાર. 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy