STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

અહિંસા

અહિંસા

1 min
245

હિંસા પ્રતિ હિંસાનો દોર ચાલે છે,

ઈંટનો જવાબ પથ્થરથી મળે છે,


પણ વેર તો અવેરે જ શમે છે,

પણ એ વાત ક્યાં કોને ગમે છે ?


ક્ષમા વીરનું આભૂષ્ણ ગણાય,

આવું પણ હવે ક્યાં સમજાય,


હિંસા જંગલી બાવળનો છોડ છે,

બીજ જેના અંતરમને રોપાય છે,


તેનો ઉદ્દગમ સ્થાન મન ગણાય,

તેમાં જ રહીને તેનો વિકાસ થાય,


અહિંસાનો મારગ છે શુરવીરોનું,

કાયર માણસ નથી કોઈ કામનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational