અહીં
અહીં
જીવતાંને ઠુકરાવે છે સૌ અહીં,
મરેલાંને તો મળાવે છે સૌ અહીં,
જીવતેજીવ સારા શબ્દો ન કહે,
મર્યા પછી વખાણે છે સૌ અહીં,
છે તકવાદીને તકલાદીનો મેળો,
દુઃખીનો ન હાથ ઝાલે છે સૌ અહીં,
પરિચય આપે પોતાનો વખાણી,
આજનું મળતું કાલે છે સૌ અહીં,
કેમ છો ? પૂછવા તસ્દી ન લેતા,
આવું બધું તો ચલાવે છે સૌ અહીં.
