અધૂરી મુસાફરી
અધૂરી મુસાફરી
અધુરી મુસાફરી ?
ફરી શરૂ થઈ મારી,
અધૂરી મુસાફરી,
ઘોર અંધકાર વચ્ચે,
ના માલુમ મારું વાહન !
બસ શરૂ થઈ મારી મુસાફરી,
ધીરા ધીરા પ્રકાશમાં,
દ્રશ્ય થાય મનોહર વાતાવરણ,
ખુશનુમા.....
થયો ઘણો આનંદ..!
પણ..પણ..
અફાટ આકાશમાં જોતાં જોતાં,
થઈ લાગણી ગભરાહટની,
ધક..ધક..ધબકે..
હૃદય મારૂં.......
અચાનક....
એક ઝાટકો આવ્યો,
અને..
જાણે કોઈ ખાઈ માં....
ના પડતો હોય !
દેખાય મને અફાટ મહાસાગર,
લહેરાતું...અને હિલોળા લેતું,
પરસેવે રેબઝેબ હું !
હવે શું ?..
અને નિંદર તૂટી... મારી.
