આવો અવસર ફેર ન આવે
આવો અવસર ફેર ન આવે
આવો અવસર ફેર ન આવે, આવો અવસર ના આવે
માનવજીવન મોંઘું પામી ફોગટ કેમ ગુમાવે ? આવો.
ઊઠ તજીને આળસ પ્રભુની પ્રીત કરી લે ભાવે,
સાગર સુખનો બની જશે તું, ગુણ જો પ્રભુના ગાવે... આવો.
માન્યું મંદિર મુક્તિ તણું આ જે તેથી પ્રભુ ધ્યાવે,
તેનાં બંધન તૂટે સઘળાં, શાંતિ સનાતન પાવે... આવો.
પ્રેમ તણા મધુરસમાં 'પાગલ' ન્હાયે ને ન્હવરાવે,
ભજી રહ્યો હું, તમેય પ્રભુજી, ભજી લો મને ભાવે... આવો
- શ્રી યોગેશ્વરજી
