STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

આવી તું

આવી તું

1 min
410

અમાસની અંધારી રાત્રિમાં ચાંદ બનીને આવી તું,

જીવનમાં ખુશીઓનો મબલખ ભંડાર લઈને આવી તું,


દિશાહિન જિંદગીમાં,

દીવાદાંડી બનીને આવી તું,


સહરાના રણ જેવી વિરાન જિંદગીમાં,

મીઠું ઝરણું બનીને આવી તું,


શ્વાસમાં સુંગધ બનીને આવી તું,

હૈયાનો ધબકાર બનીને આવી તું,


હૃદયની સૂકી ધરા પર,

હેત ભીની વાદળી બનીને આવી તું,


સૂના જીવનમાં,

સંગીતના સૂર તાલ લઈને આવી તું,


વિરાન જિંદગીમાં,

વસંત બનીને આવી તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance