STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama Romance

4  

ચૈતન્ય જોષી

Drama Romance

આવી તું!

આવી તું!

1 min
111

કાજળઘેરી રાતે ચાંદની બનીને આવી તું! 

અમાસ ઘનરાતે ચાંદની બનીને આવી તું !


પથરાયો પ્રકાશ કેવો તુજ આગમન થતાં, 

પ્રિયમિલન વાતે ચાંદની બનીને આવી તું! 


ટળી અમાસ અંતરની વિજોગણ એ રાત,

સ્વજન મુલાકાતે ચાંદની બનીને આવી તું! 


ઉરે હતો ઉત્સાહ કેવો અંતરને ઊભરાવતો,

લૈને મીઠડી સૌગાતે ચાંદની બનીને આવી તું! 


બનીને મન ચકોરી રુપમાધુરી રસપાન કરે,

પ્રિય મિલનના નાતે ચાંદની બનીને આવી તું! 


Rate this content
Log in

Similar gujarati poem from Drama