STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

આવી ઋતુ શિયાળાની

આવી ઋતુ શિયાળાની

1 min
368

આવી ઋતુ શિયાળાની ઓ ભેરુ

આવી ઋતુ શિયાળાની..


પહેરો સ્વેટર પહેરો બંડી

આવ્યો શિયાળો ઓ ભેરુ,


હવે નિશાળે જવાનું મોડું 

આવ્યો શિયાળો ઓ ભેરુ,


હવે ઊઠવું પડશે વહેલા કસરતને કાજ

આવ્યો શિયાળો ઓ ભેરુ,


હવે દોડવું પડશે મેદાનમાં અંગોને સાચવવા

આવ્યો શિયાળો ઓ ભેરુ,


હવે ખાશું ખજૂર ને ખારેક ઝાઝી

લાવશું તબિયતને તાણી

આવ્યો શિયાળો ઓ ભેરુ,


તાજી તાજી તબિયત હશે

કામ તમારા જલદી થશે

આવ્યો શિયાળો ઓ ભેરુ

ઠંડી આવી ઠંડી આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Children