આવી નૂતનવર્ષની સવાર રળિયામણી
આવી નૂતનવર્ષની સવાર રળિયામણી
આજ મારા આંગણે પુરી રંગોળી
લાવી ખુશીઓની સોગાદ અનેરી
આવી નૂતનવર્ષની સવાર રળિયામણી...!
દીવડાઓની ઝગમગથી મહેકે આંગણ
મહેમાનોના આગમનથી શોભે પાવન અવસર
આવી નૂતનવર્ષની સવાર રળિયામણી...!
મોટેરાઓના આશિષ લઈએ
નવા વર્ષની નવી શરૂઆત કરીએ
આવી નૂતનવર્ષની સવાર રળિયામણી...!
નૂતન વર્ષના રામ રામ કરીએ
સંબંધોમાં હળવાશથી મીઠાશ ભરીએ
આવી નૂતનવર્ષની સવાર રળિયામણી....!
જુના વર્ષને આવજો કહીએ
અનુભવોમાંથી બોધપાઠ લઈએ
આવી નૂતનવર્ષની સવાર રળિયામણી...!
