આવી હોળી
આવી હોળી
નફરત ને ખડિયાને દઈએ ઢોળી,
ચાલો આપણે રમીયે હોળી હોળી,
આવી રંગોની ટોળી,
ભરવા સૌના જીવનમાં ખુશીઓની ઝોળી,
એકબીજાના સહકાર વગર જિંદગી સાવ મોળી,
ચાલને સાથે મળી ખુશીઓ લઈએ ઢંઢોળી,
સફેદ રંગ જેવું શુદ્ધ ચારિત્ર્ય રાખીએ,
લીલો રંગ પ્રકૃતિનો રાખો સૌ પ્રત્યે નેહ,
લાલ રંગ ઉમંગ ઉત્સાહનો લાવે ખુશીઓનો મેહ,
આકાશી રંગ શીખવે,
આકાશ જેવા વિશાળ બનો માફી માગો ને માફી આપો,
દિલને રાખો સાફ,
પીળો રંગ સોના જેવો,
બની પીળો રંગ જીવન સૌનું કિંમતી બનાવો,
કેસરી રંગ બલિદાનનો એકબીજા માટે જીવો,
દુઃખથી ના બીવો,
ગુલાબી રંગ પ્રીતનો,
અપાવે જીવનમાં જીત,
જાંબલી, કાળો પણ જીવનમાં જરૂરી,
રંગ વગર ફિક્કું આ જીવન,
બધા રંગ હોય તો લાગે આ મજાનું જીવન,
દરેક રંગથી ભરપૂર લાગે આ જીવન,
કાયમ મનાવો હોળી,
ભરી દો ખુશીઓથી સૌની ઝોળી.
