STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

આવી આવી નવલી નવરાત્રી

આવી આવી નવલી નવરાત્રી

1 min
360

આવી આવી રે નવલી નવરાત્રી

ગરબાની રમઝટ કરીએ રે,

આવી .....


પહેલે નોરતે માં શૈલપુત્રી રમવા આવે

મા શૈલપુત્રી સંગ સંગ રમવાને જઈએ રે,

આવી.....


બીજે નોરતે માં બ્રહ્મચારિણી રમવા આવે

માં બ્રહ્મચારિણી સંગ સંગ રમવાને જઈએ રે,

આવી ........


ત્રીજે નોરતે માં ચંદ્રઘંટા રમવા આવે

માં ચંદ્રઘંટાની સંગ સંગ રમવાને જઈએ રે,

આવી ......


ચોથે નોરતે માં કુશમુન્ડા રમવા આવે

માં કુશમુન્ડા સંગ સંગ રમવાને જઈએ રે,

આવી ........


પાંચમે નોરતે માં સ્કંદમાતા રમવા આવે

માં સ્કંદમાતાની સંગ સંગ રમવાને જઈએ રે,

આવી.......


છઠે નોરતે માં કાત્યાયની રમવા આવે

માં કાત્યાયની સંગ સંગ રમવાને જઈએ રે,

આવી ......


સાતમે નોરતે માં કાલરાત્રિ રમવા આવે

માં કાલરાત્રિ સંગ સંગ રમવાને જઈએ રે,

આવી ......


આઠમે નોરતે માં મહાગૌરી રમવા આવે

માં મહાગૌરી સંગ સંગ રમવાને જઈએ રે,

 આવી......


નવમે નોરતે માં સિદ્ધિદાત્રી રમવા આવે

માં સિદ્ધિદાત્રી સંગ સંગ રમવાને જઈએ રે,

આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational