STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

4  

Chaitanya Joshi

Inspirational Others

આવે નવું વર્ષ

આવે નવું વર્ષ

1 min
26K


આવે નવું વર્ષ લઈને સમયનો સથવારો,

આવે નવું વર્ષ ભૂલાવી દુઃખની વણજારો.


સ્નેહની સુંવાળપને વળી પ્રેમતણું પાથેય,

આવે નવું વર્ષ મનાવી ઉત્સવને તહેવારો.


ગઈકાલ ભૂત બનીને અતીતમાં ધરબાતી,

આવે નવું વર્ષ સુધારી આજનો દિન સારો.


ઇશને માનવ થતા નથી જોયા કોઈ કાળે,

આવે નવું વર્ષ વિચારી માનવે એનો વર્તારો.


આશાની બાંધી ઇમારત સોણલાં સજાવે,

આવે નવું વર્ષ તૈયારી પુરુષાર્થ હો સૈયારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational