આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ
ખંખેરી આળસ ને નવું સ્વરૂપ આપીશ,
મારા શરીરને એક નવા ઢાંચામાં ઢાળીશ.
કાયા મારી બદલીને હસતાં મોંએ જીવીશ,
છોડી આરામ ને ઊંઘ હવે હું ઊભો થઈશ.
સૌને મારું અલગ એક નવું રૂપ બતાવીશ,
બેડોળ કાયાને હું હવે એક આકાર આપીશ.
પિત્ઝા બર્ગર છોડીને ઘરનાં રોટલા ખાઈશ,
યોગ કસરત કરીને સ્ફૂર્તિ પેદા કરીશ.
થાકેલા તનને જગાડીને નવો જન્મ લઈશ,
બતાવી મારી હિંમત અન્યમાં આત્મવિશ્વાસ જગાડીશ.
