STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Inspirational Others

3  

Ashuman Sai Yogi Ravaldev

Inspirational Others

'આશુ'નો અવતાર

'આશુ'નો અવતાર

1 min
261

અઢી અક્ષરમાં રમતો શબ્દ છું,

ને દુનિયા જીતતું મૂંગુ શસ્ત્ર છું,


કોઈ અપનાવે તો પ્રેમે ઓળખાવ છું,

ને ઠુકરાવે તો નફરતથી પ્રસરાવ છું,


સિક્કાની બે બાજુમાં રમ્યા કરું છું,

મન ફાવે તેમ લોકોથી વપરાવ છું,


કાનો, મજનુને રાંઝાથી અપનાવ છું,

ને હિટલરના વિરોધે વગોવાઉ છું,


સમજો તો સોણલે મઢેલો તાર છું,

નહિંતર'આશુ' નીતરતો અવતાર છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational