STORYMIRROR

Pooja Patel

Inspirational Thriller

3  

Pooja Patel

Inspirational Thriller

આશા ખોવાય નહિ

આશા ખોવાય નહિ

1 min
217

ઢળતો સૂરજ એ સમી સાંજનો ઈશારો કરે છે

પક્ષીઓને પોતાના માળામાં પહોંચવાનો રસ્તો કરે છે,


ગોવાળોને ગોધણને પોતાનાં બાળકો પાસે મોકલે છે

આખા દિવસનો થાક ઉતારવાનું કામ સમી સાંજ કરે છે,


દિવસ સારો ગયો કે ખરાબ તે સમી સાંજ પૂછે છે

સારો ગયો હોય તો મીઠી ઊંઘ આપે છે,


નહિતર બીજા દિવસની સવાર ભેટમાં આપે છે

કાલની વાત કાલે પતી ગઈ એવો સંદેશ આપે છે,


આજ નવી તક મળી છે તો બીજા ૨૪ કલાક આપે છે

ગઈ કાલની કરેલી મહેનતનું ફળ આજે આપે છે,


થઈ ગયા હોય જો હતાશ તો આજની મીઠી મુસ્કાન આપે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational