STORYMIRROR

Margi Mehta

Tragedy

3  

Margi Mehta

Tragedy

આંસુ

આંસુ

1 min
13.7K


કંઇ કેટલીયે ક્ષણોનું અસ્તિત્વ ખોવાઇ ગયા બાદ

પોતાનાઓ પાસે રાખેલી ઠગારી નીવડેલી આશા,


મનના કોઈ ખૂણે અચાનક સેવેલી આકંશા,

દર્પણમા ધૂધલા દેખાતા ખુદના પ્રતિબિંબનું હાસ્ય,


વહી ગયેલી આનંદમયી પળોની આવતી યાદ,

મંઝિલ મેળવવાના જોયેલા ઝગમગતા સપના,


ઝબકીને જાગી ગયા પછી હકીકતનો થયેલો ભાસ,

એકાંતને બદલે એકલતામાં ફેરવાય જતી જીંદગી,


ત્યારબાદ આ અને આવુ કેટલુંય

આમ તો સઘળું હવે આંસુ થઈ જીવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy