STORYMIRROR

Margi Mehta

Inspirational

3  

Margi Mehta

Inspirational

શબ્દની આરપાર

શબ્દની આરપાર

1 min
28K


શબ્દ બ્રહ્મ છે, શબ્દ ભ્રમ છે,

શબ્દ વાગે તો પણછમાંથી છુટેલ તીર છે,

શબ્દ ગમે તો વહેતી નદીના નીર છે,

શબ્દ યાચકની યાચના છે,

શબ્દ પ્રભુનું અપાતું વરદાન છે.


શબ્દ હિંમત છે, શબ્દ કિંમત છે,

શબ્દ કરમાય તો મિત્રની અગમ્ય છલના છે,

શબ્દ ઉભરાય તો પ્રેમીની અદમ્ય લાગણી છે,

શબ્દ ગવાતું ગીત છે,

શબ્દ સુર બની રેલાતું સંગીત છે.


શબ્દ જિંદગી છે, શબ્દ બંદગી છે,

શબ્દ ચુભે તો કાંટાની જેમ વાગતો જખમ છે, 

શબ્દ ચૂમે તો માખણની જેમ લાગતો મલમ છે,

શબ્દ વ્યક્તિનું ચરિત્ર છે,

શબ્દ કવિની સંવેદનાથી લખાતી કવિતા છે.


શબ્દની ભીતરતાને તો જાણી, 

પણ શું છે શબ્દની આરપાર?


શબ્દની આરપાર સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે,

શબ્દની સાધના એટલે પૂજન-અર્ચન માં સરસ્વતીનું,

રંગબેરંગી મેઘધનુષ્ય જેવો છે આ શબ્દ,

શબ્દની આરપાર નિ:શબ્દ બની સંભળાય છે સન્નાટો. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational