STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4.0  

Parulben Trivedi

Inspirational

આંખ

આંખ

1 min
52


જ્યાં વરસે ગંગ ધારા,

પ્રકાશમય તેજોપુ઼ંજની.....!

એ આત્મારૂપી આંખોથી,

આંખોના પ્રકાશપુંજને મારે

જોવો છે......!


ક્યાંક વરસતી આ આંખોથી,

દયા,પ્રેમ,કરૂણા....!

તો ક્યાંક વરસતી આ આંખોથી,

તિરસ્કાર,નફરત, ધૃણા.....!

બસ,હવે આ ગુણ-નિર્ગુણથી ,

નિર્લેપ એ આંખોના પ્રકાશપુંજ 

ને મારે જોવો છે....!


સ્વાર્થ તણા પ્રલોભનો,

જોયા ઘણા આ દુનિયામાં....!

જાણે અધૂરા ઘડા,

છલકાતા આ દુનિયામાં....!


જીવી જાણ્યા એ આંખોથી,

સંત સુરદાસજી કવિવર....!

નિહાળી રહ્યાં એ નિજઆત્માનાં,

પ્રકાશમય તેજોપુ‍ંજને,

ને માણી રહ્યા આનંદ,

સદા નિજઆત્માનંદે......!


હે પ્રભુ ! કૃપા થકી તારી,

એ આંખોથી આંખોનાં,

પ્રકાશપુંજને મારે જોવો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational