STORYMIRROR

Kaushik Dave

Drama Romance Action

3  

Kaushik Dave

Drama Romance Action

આંગણું સજાવું

આંગણું સજાવું

1 min
249

વાટ જોતી આંગણે,

આંગણું તો સજાવુંં,


રંગોળી ને ફૂલોનાં હાર,

આંગણું પણ સજાવુંં,


દીવડાં પ્રગટાવીને,

દૂર દૂર નજરો કરું,


દિન રાત જોતી વાટ,

પલકો ના હટાવું,


આંખલડી તરસે જોવા,

આવશે મારો સાયબો,


સાયબાની વાટમાં,

કેવુંં આંગણું સજાવુંં ?


મનમાં વાતો કરતી,

મનને હું મનાવુંં,


સાયબો મારો આવશે,

ધીરજ થોડી રાખું,


મોરલાની ટેંહુક સાંભળી,

નાચે મનનો મોર,


વાદલડીનાં આગમનને,

કેવી હું વધાવું ?


વર્ષાના આગમન સાથે,

નજરો પણ ના હટાવું,


સાયબો મારો દીઠો,

આગમનને વધાવું,


કંકુ ટિકો, પૂજા થાળી,

તૈયાર કરી રાખું,


સાયબાનાં મનગમતાં,

ફૂલડાં પણ સજાવુંં,


સુંદર મારા આંગણાને,

આવી રીતે સજાવુંં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama