STORYMIRROR

Kalpesh Vyas

Classics Inspirational

3  

Kalpesh Vyas

Classics Inspirational

આંબો કંઈક શીખવાડતો જાય છે

આંબો કંઈક શીખવાડતો જાય છે

1 min
13.8K



આંબો પણ કંઈક શીખવાડતો જાય છે,

આંબો વાવતી વખતે કેટલાક વર્ષો પછીનો,

દિર્ઘકાલિન વિચાર થાય છે,

દાદા/નાનાએ વાવેલા આંબાના ફળો,

લાગભગ એમની ત્રીજી પેઢી ખાય છે,

આમાં આંબો ધૈર્ય અને પ્રતિક્ષા શિખવાડતો જાય છે,


વસંતૠતુમાં મબલક મ્હોર લાગે છે,

એમાંથી અમુક ખવાઈ જાય છે,

અમુક પવનથી ખોવાઈ જાય છે,

અમુક મ્હોર એમ જ ખરી જાય છે,

"જરુરી નથી કે દરેક પ્રયત્ન સફળ થાય છે"

આમાં આંબો આવો સુવિચાર શીખવાડતો જાય છે,


ઝાડ પરનાં મ્હોરોનું ફળમાં રુપાંતર થાય છે,

અમુક કેરીઓ કાચી જ તોડાઈ જાય છે,

અમુક ઝાડ પર રહીને પોતે પાકી જાય છે,

'જરુરિયાત પ્રમાણે જ બધા ચુંટાય છે',

આમા આંબો આવું કઈક શીખવાડતો જાય છે,


કાચી કેરીમાંથી અમુકના છુંદા-અથાણા થાય છે,

અમુક કેરીઓને કાર્બાઈડમાં પકાવાય છે,

બાકીની કેરીઓ પ્રાકૃતિક રીતે પાકવા દેવાય છે,

'અનુકુળતા પ્રમાણે સંસાધનો વપરાય છે',

આમાં આંબો આવી શિખામણ આપતો જાય છે,


કાચી કેરીની ખટાશથી દાંતોમાં સંવેદના થાય છે,

પાકી કેરી તો મીઠા સ્વાદને માણીને ખવાય છે,

'ધિરજના ફળ મીઠાં હોય છે',

આમાં આંબો આવો કોઈ સંદેશ આપતો જાય છે,


આંબાના ફળ તો વર્ષમાં એક જ વાર આવે છે,

એટલે જ એને વધુ મહત્તવ આપવામાં આવે છે,

'ક્યારેક ક્યારેક આવો તો માન વધે છે',

આમાં આંબો પોતાનું મહત્ત્વ શીખવાડતો જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics