આમ ક્યાં સુધી
આમ ક્યાં સુધી
આમ ક્યાં સુધી ડરીડરીને જીવશો
એક દિવસ તો હિંમત કરવી જ જોઈશે,
આમ ક્યાં સુધી બીજાને આધારે જીવશો
એક દિવસ તો ખુદ પર વિશ્વાસ કરવો જ પડશે,
આમ ક્યાં સુધી સંબંધોથી ભાગતા ફરશો
એક દિવસ તો સૌને સંગાથ રહેવું જ પડશે,
આમ ક્યાં સુધી જીવતરને નકામી વાતોમાં વેડફશો
એક દિવસ તો ઈશ્વરને ભજવા જ જોઈશે,
આમ ક્યાં સુધીએકલતા શોધીને રડશો
એક દિવસ તો જીવનમાં હસવું જ પડશે ને,
આમ ક્યાં સુધી મનુષ જીવન જીવશો
એક દિવસ તો સૌને મરવું જ પડશે.
