આક્રોશ
આક્રોશ


વાત પોતાની ન રહે, કે મન ગમતું ન બને,
માન ને ઠેસ પહોંચે, કે ઘસાતું કાંઈ બોલે,
આંચ અહમને આવે, દુખતી નસ દબાવે,
રેલો પગ નીચે આવે, ગુસ્સો તો જરૂર આવે,
લોહી ભલેને ખોબલું, છતાં પણ ઉકળતું,
કમજોરી છે મનની, આદત બની તનની,
જો વધુ દબાઈ રહે, એનેજ આક્રોશ કહે,
બીજાનું કરે કે નકરે, પોતાનું નુકસાન કરે,
આક્રોશ વેંચાય ખરો, રેલીમાં દેખાય નકરો,
એ તો છે સારો વકરો, આક્રોશ કુદરતી હોય,
કહેવાનું કાંઈ ન હોય, ન એની ફરિયાદ થાય,
કુદરતની આડે ન જવાય,ગુસ્સો તો જરૂર આવે.