આખરે તો છું એક નારી
આખરે તો છું એક નારી
હોય ભલે ગમે તે દેશ,
હું પહેરું ભલે કોઈ પણ પહેરવેશ,
આખરે તો છું એક નારી !
હું એમાં રહી ભારતીય નારી,
સહનશીલતા અને ત્યાગની દેવી,
આખરે તો છું એક નારી !
એક સમય હતો કે સ્ત્રી જ્યારે,
ચાર દિવાલોની વચ્ચે રહેતી ત્યારે,
આખરે તો છું એક નારી !
એ સ્ત્રીઓ પણ સંવેદનાથી ભરપુર હતી,
છતાંય એમાં વીરાંગનાઓ છુપાઈ હતી,
આખરે તો છું એક નારી !
રાણી લક્ષ્મીબાઈ કે હોય ઈન્દિરા ગાંધી,
સ્ત્રીઓની પણ હોવી જોઈએ છપ્પનની છાતી,
આખરે તો છું એક નારી !
કહેવાય છે જમાનો સ્ત્રીઓનો છે આજે,
છતાં પોતાનાં અધિકાર માટે લડવું પડે છે આજે,
આખરે તો છું એક નારી !