STORYMIRROR

Nisha Shah

Classics

4  

Nisha Shah

Classics

આકાશીદરિયો

આકાશીદરિયો

1 min
27.7K


આજ હેમંતી સમી સાંજે

નજરગઈ મારી જ્યાં ઊંચે

નભદરિયે સોનેરી મોજામાં

સૂરજને સહેલ લેતો દીઠો.

શ્યામ વાદળીની કોરે બેસી

હોડીમાં જાણે ફરતો દીઠો.

જોતજોતામાં ધસીઆવ્યું

કાળા વાદળાઓનું સૈન્ય

જાણે કહેવા લાગ્યા સૂરજને

અમારી પર પણ કરો સવારી.

મેં જોયું સૂરજ ગયો શરમાઈ

ડૂબકી મારી એણે દરિયામાં.

વાદળા બિચારા ના સમજ્યા

ચોધાર આંસુએ રડી પડ્યા.

મારી આસપાસનાં લોકોબધા

આમતેમ દોડી લપાઈ ગયા.

વૃક્ષો પલ્લવો ને હું બે હાથખુલ્લાકરી

ખુશી ખુશી આંસુઓને ઝીલી રહ્યા.

વૈશાખી વાયરાએ કર્યો સુસવાટો

મેઘરાજે લીધો વીજનો સહારો.

થથરી ઉઠી! હિંમત ના હારી હું

છત્રી રેનકોટ વિનાની એવી હું.

પહેલા વરસાદે નાચી ઉઠી હું

છબછબિયાં કરતી કુદી રહી હું

પગ નીચેથી વહેતા વારિ વમળમાં

પાણીનાં ગલગલિયા માણીરહી હું.

    

હવે ઉપર ગઈ નજર મારી જ્યાં

ચાંદાને શ્વેતવાદળીમાં મલપતો દીઠો

શ્રાવણી રજનીને મ્હાલતી દીઠી

રહી ગયેલા વર્ષાનાં ટીપાને જાણે

અંબરે તારલા બનીચમકતાદીઠા

હું વીસરી ગઈકે છે ઘરે જવાનું

બસ આકાશને નીરખતી રહી

કુદરતી કરિશ્માને જોતી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics