આજની નારી
આજની નારી
આજની નારી, આપે કોઈ સહકાર તો એના પર જાય વારી,
કોઈ છેડે જો એને તો, પડી જાય એના પર ભારી,
ઘર અને ઓફિસ બંનેની જવાબદારી ઉઠાવી શકે છે,
ફૂલ જેવી કોમળ છે એ, લાગે છે સૌને એ
ન્યારી,
સૌને લાગે છે પ્યારી આજની નારી,
નિભાવે છે પોતાની સઘળી જવાબદારી,
દુઃખોને આપે છે પોતાની શક્તિથી માત,
કુટુંબના દરેકને છે એ સુખ આપનારી.