Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jignasa joshi

Inspirational Others

4  

jignasa joshi

Inspirational Others

દાળમાં કાળું

દાળમાં કાળું

1 min
310


દાળમાં કાળું નહીં, દાળ આખી જ કાળી છે,

જોવા બેસીએ જ્યાં તો દુઃખોની જ હોળી છે,


વર્તાય જૂઠ ચારેકોર ને ઝોળી સત્યની જ ખાલી છે,

વધે દંગાફસાતો ને નફરત, સુળીએ લાગણી જ ચડી છે,


રાજ કરે છે ચોર-લૂંટારા, મદદ પોલીસની જ મળી છે,

ખુરશી મેળવવાની આશમાં, પુંછડી નેતાઓની પટપટી છે,


દંભી દેખાડો કરવાની લાયમાં, ઝુંપડી પોતાની જ બળી છે,

નાહકના મરે છે વ્યાભિચારમાં, આબરૂ પોતાની જ મરી છે,


પણ સમજાય કોને આ વાત, આબરૂનાં નામે દીકરી જ મરી છે,

આ ખદબદતા પાપી જીવડાથી જ ખાબોચીયા ભરાય છે,


જેને લીધે પૃથ્વી આજે રોતી કકળતી ને દુઃખી દેખાય છે,

દાળમાં કાળું નહીં, દાળ આખી જ કાળી છે.


Rate this content
Log in