શું લખું
શું લખું
જ્યાં વેદશાસ્ત્રો પામે હાર તારા માટે હું શું લખું ?
ન આવે હરિ કોઈ હારોહાર તારા માટે હું શું લખું ?
સવાયા શબ્દો, છંદ, અલંકારને ભાષાનો ભપકો,
ના આકર્ષી શકતા તને લગાર તારા માટે હું શું લખું ?
શેષ શારદા પણ હોય અસમર્થ તને આલેખવામાં,
આખરે હું માનવમતિ ગમાર તારા માટે હું શું લખું ?
અલંકારે છો અનન્વય વર્ણવતા કલમ પણ રાંકડી,
છેવટે સ્વીકારી લેતી એ હાર તારા માટે હું શું લખું ?
વિષય છે અનુભૂતિનોને મૌન સેવવામાં જ હો સાર,
તું મારા માટે સર્વસ્વ સરકાર તારા માટે હું શું લખું ?
