STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

બારી !

બારી !

1 min
339

તરૂ અને વનને તમે આમ નાખો નહિ વાઢી

એની કદર કરવા તમે રાખી નથી એક બારી


જોઈએ છે રોજ શુદ્ધ હવા ખોરાક ને પાણી

પ્લાસ્ટિક પ્રદૂષણ માટે રાખી નથી એક બારી


ગ્લોબલ વોર્મિંગથી ઝેરી કરી દુનિયા આખી

ભાવિ પેઢી માટે તમે રાખી નથી એક બારી


પ્રકૃતિની સાથે  તમે  કરો નહિ મગજ મારી

કુદરત રૂઠે છે ત્યારે મળતી  નથી એક બારી


ખિલવાડ કરી સજીવ સૃષ્ટિની દશા હણી કાઢી

મહામારીમાંથી ઉગરવા રાખી નથી એક બારી


વાવ્યા નહિ વૃક્ષોને હવે જોઈએ છે લીલી વાડી

'વાલમ' શ્વાસ લેવા માટે રાખી નથી એક બારી


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Bharat Parmar

Similar gujarati poem from Inspirational