બાપુ
બાપુ
'બાપુ' હવે તમે સૌને કેવાં નડવા લાગ્યા,
અહિંસાના વચનો આપનાં કડવા લાગ્યા.
હાલ તો જુઓ આપની સત્યની ઈમારતના !
પાયા બધા સૌ એક પછી એક પડવા લાગ્યા.
છબી આપની લટકી રહી સરકારી ભીંતો પર,
વાનરો ત્યાં સૌ ખુરશીને કાજે લડવા લાગ્યા.
ઊભા છો આપ 'ગાંધી' થઈને ચોરાહે આજે,
જાતિવાદના દુષણમાં માનવ હોમાવા લાગ્યા.
પડી ગયું છે મજબૂરીનું નામ તે 'મહાત્મા ગાંધી' !
સત્યના એ પ્રયોગો પુસ્તકમાં જ સડવા લાગ્યા.
