છે મઝા
છે મઝા
જિંદગીમાં કેટલુંક યાદ રાખવામાં છે મઝા,
જિંદગીમાં કેટલુંક સાવ ભૂલવામાં છે મઝા,
એમાં ગરબડ થતાં દશા બૂરી સંભવતી કદી,
મળ્યું એ બસ આપણું સમજવામાં છે મઝા,
આપણી ગણતરી મુજબ બધું ન પણ થાય,
વિપરીત સંજોગો હરિચ્છા ગણવામાં છે મઝા,
હર્ષ શોક સિક્કાની બે બાજુ સમા હોય વળી,
સંયમને સહનશીલતા વખતે ધરવામાં છે મઝા,
સ્વાર્થ એ જ એક મકસદ છે આ દુનિયા તણો,
નદી નાવ સંજોગ સમજીને હંકારવામાં છે મઝા,
અફસોસ કે આનંદ પચાવતા શીખવું છે જરુરી,
કપરા સંજોગે ધૈર્યકંથા આવકારવામાં છે મઝા.
