હરિના ઉપકાર
હરિના ઉપકાર
ડગલે પગલે તારા મને આવે ઉપકાર યાદ,
શ્વાસે શ્વાસે તારા મને આવે ઉપકાર યાદ,
શું કરું કવિતા હરિવર મહિમા અપરંપાર,
પ્રાસે પ્રાસે તારા મને આવે ઉપકાર યાદ,
મળીશ તું નક્કી મોહન કરીને કરુણા તારી,
આશે આશે તારા મને આવે ઉપકાર યાદ,
દર્શન કરવા કાજે મારાં લોચન લાલાયિત,
મટકે મટકે તારા મને આવે ઉપકાર યાદ,
શું ઓછું છે માનવ અવતાર દીધો તેં હરિ !
શબ્દે શબ્દે તારા મને આવે ઉપકાર યાદ,
ૠણ રણછોડ જન્મોજન્મનું ના મીટનારું,
નૈન વરસાદે તારા મને આવે ઉપકાર યાદ.
