STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હે હરિ !

હે હરિ !

1 min
315

શબ્દ હો કે અર્થ બંને તારે સાવ સરખા,

પ્રશ્ન હો કે વિધ્યર્થ બંને તારે સાવ સરખા.


નથી તારે ભેદદ્ર્ષ્ટિ ક્યારેય કયાંય હોતી,

આમ હો કે સમર્થ બંને તારે સાવ સરખા.


સમદ્રષ્ટિ તારે હોવાની સઘળાં સંતાનોમાં,

અર્થ હો કે અનર્થ બંને તારે સાવ સરખા.


અંતરને વાંચનારો છે તું હરિ અબ્ધિવાસી,

કામનું હો કે વ્યર્થ બંને તારે સાવ સરખા.


ઊભયને દીધો અધિકાર તારા લગીનો તેં,

નકામુ હો કે યથાર્થ બંને તારે સાવ સરખા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational