STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

આઝાદી

આઝાદી

1 min
386

અનહદ ઘા સહન કર્યા પછી પણ ઊભા થઈને,

લડવાની તૈયારી એટ્લે આઝાદી, 


ઉંમર ગમે તે હોય, ફાંસીએ ચડવાની,

તાલાવેલી એટ્લે આઝાદી, 


અત્યાચારીઓ, દુરાચારીઓને થરથર ધ્રુજાવનાર,

વીરોની વાર્તા એટલે આઝાદી, 


જનરલ ડાયર જેવા કાયરને મૌત આપવાની,

ખુમારી એટ્લે આઝાદી, 


મંગલ પાંડે જેવા શહીદોની,

નિશાની એટ્લે આઝાદી, 


ત્રણસો સુડતાલીસ વર્ષે પણ સત્યનાં પ્રકાશરૂપી,

પ્રેરણાનો સ્ત્રોત છે આઝાદી, 


પાર્લમેન્ટમાં ફેંકાયેલા બોમ્બની,

યાદ છે આ આઝાદી,


ઝાંસીની રાણીનું,

ઝનૂન છે આ આઝાદી,


નીડરતાનું નક્કર,

પરિણામ છે આ આઝાદી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational