આજ મેં મને જ પૂછ્યું
આજ મેં મને જ પૂછ્યું
આજ મેં મને જ પૂછ્યું,
ચાલને મારી જાતને નિહાળું,
નિખારું અવનીને અડીને,
પાષાણને પુજી ને,
નઝરૂને નીચી ઢાળીને,
ચાંદની ચાંદની માણીને,
આ ભીડ સાથે મને ના ફાવે,
મને તો મારું એકાંત જ ગમે,
કુદરતના ખોળે બેસી સુષ્ટીનું સૌંદર્ય ગમે,
માનવ નિયમોની ગૂંગળામણ મને તો નહીં ગોઠે,
મારા દિલની વાત કોણ સાંભળે ?
લે મને એની પરવાહ શી હવે ?
મારો જ રવ મારી ચારે બાજુ ગુંજે,
ફિકર ક્યાં છે મને માનવ કલસોરની,
મારુ અસ્તિત્વ આ મોર પીંછના રંગો સમુ,
લાગણી મળે પ્રેમની ત્યાં મન મૂકીને વરસુ,
નદીની ચાલક આ વદનને અડી,
મારી સંવેદનાઓને નિખારે,
ત્યારે હું ચાહું પંખુડી મનેજ કવિ બની.
