STORYMIRROR

Deepa rajpara

Inspirational

4  

Deepa rajpara

Inspirational

આદ્યશક્તિ

આદ્યશક્તિ

1 min
247

જોટો જડે નહિ તું રચના એવી,

નીરખી તુજને ઇશ મુક બધીર થયો.

હાથ ધોઇ લીધા રચી તુજને ઇશે,

અંતિમ રચનાનો એવો આવિષ્કાર થયો.


ખપ તારો ત્રિદેવોને પણ એટલો,

પુરાણોમાં દુર્ગારૂપે અસુર સંહાર થયો.

હજાર હાથ તારા પ્રચ્છન્ન હો થયા,

આજનાં સમયમાં કાર્યભાર વિશેષ થયો.


બહુવિધ કાજ કરે એક સમયમાં,

તુજ થકી કણ કણમાં શક્તિ સંચાર થયો.

પહોંચી વળવાં સઘળાં કાજને,

જગતમાં સ્ત્રી તણો અવતાર થયો.


યુગો બદલાયા, સમય બદલાયો, 

તુજમાં કશો જ ક્યાં ફેરફાર થયો,

માતા, ભાર્યા, ભગિની, રૂપ અનેક,

સાડીથી સૂટ સુધીનો તુજને શ્રીંગાર થયો.


કલમ હો, તલવાર હો કે હો તાવિથો,

તુજ સ્પર્શ થકી એમાં પ્રાણ સંચાર થયો.

'દીપાવલી' ગણે ધન્ય ધન્ય સ્વયંને,

ઇશનો પ્રિય એવો એનો સ્ત્રીરૂપે જન્મ થયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational