STORYMIRROR

Hemangi Bhogayata

Inspirational Others

4  

Hemangi Bhogayata

Inspirational Others

આદિમાનવ અને રોબોટની કહાની

આદિમાનવ અને રોબોટની કહાની

1 min
543

આવો, આવો સ્ટોરી મિરર વાંચનારા સજજન ને સન્નારી,

આદિમાનવ ને રોબોટની વાતો સંભળાવી દઉં ન્યારી,

વાતો સંભળાવી દઉં ન્યારી,

તા થૈયા થૈયા થૈયા થૈ...


જંગલ મારુ જીવન એવું આદિ માનવ બોલે,

રોબર્ટ તો પળભરમાં આ બ્રહ્માંડના રાઝ  ખોલે,

બ્રહ્માંડના રાઝ  ખોલે,

તા થૈયા થૈયા થૈયા થૈ...


આદિમાનવ કહે, શરૂઆત કરી અમે શોધી પૈડું,

રોબોટ કહે, અમે તો શોધીએ કેમ બીજા ગ્રહો પર ચડું ?

કેમ બીજા ગ્રહો પર ચડું ?

તા થૈયા થૈયા થૈયા થૈ...


આદિમાનવ કહે, અમે પર્વત, નદીને ઝરણાંમાં વિચરીએ,

રોબોટ કહે, અમે તો આધુનિક ટેકનોલોજી વાપરીએ,

ભાઈ ટેકનોલોજી વાપરીએ,

તા થૈયા થૈયા થૈયા થૈ...


રોબર્ટ બોલ્યો, દાદા દાદા જોયો ને મારો પ્રતાપ,

જોયો ને મારો પ્રતાપ !

આદિમાનવ બોલ્યો, કરી લે બેટા તું ગમે તે હું તારો છું બાપ

 બેટા હું તારો છું બાપ!

તા થૈયા થૈયા થૈયા થૈ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational