STORYMIRROR

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

આભના ચંદરવા

આભના ચંદરવા

1 min
505


આભમાં ચાકળા ને ચંદરવા

કે આવડા કેણે ચોડ્યા રે લોલ !

આભમાં રે' એક રજપૂતાણી

કે મૈયર આણે આવી રે લોલ.

પરણ્યો ચોરીયેથી ચાલ્યો છે

કે મીંઢળ નથી છૂટ્યા યે લોલ.

ગાજતી ઘોડીએ ઘુઘરમાળ

કે રજપૂત રણે ચડ્યો રે લોલ.

જાય છે કામધેનના ચોરનારા !

કે એકલો જુદ્ધ માંડે રે લોલ.

આવશે ઓણને પોર દિવાળી !

કે સુંદરી વાટ્યું જોતી રે લોલ.

વાટડી જોઇ જોઈ દિનડા ન ખૂટે

કે એણે ઉદ્યમ લીધા રે લોલ.

કંથને સંભારી સંભારી

કે હીરનાં ભરત ભર્યાં રે લોલ.

આભની ઓસરીમાં પાથરિયાં

કે આણલાં અતિ ઘણાં રે લોલ.

ભરિયલ સાત રખ્યની સમશેરૂં

કે સાયબો કેડ્યે લેશે રે લોલ.

ભરિયલ ધ્રૂવ તારાની ઢાલું

કે અવચળ ઘાવ ઝીલે રે લોલ.

ભરિયલ વીંછીડાની વાઘું

કે ઘોડલે ચડાવશું રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics