STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

આભાસ કે આકાર

આભાસ કે આકાર

1 min
346

લાગણીઓ લઈ પ્રેમનો ભર્યો છે દરબાર અમે..

અહેસાસોની ઓથમાં જોયા છે નિરાકાર અમે...


મન મંદિરમાં આભાસી આપ્યો છે આકાર અમે..

બંધ આંખોમાં જ કરીએ છીએ સાક્ષાત્કાર અમે...


કરતા રહ્યાં છો અભિષેક મુખમાં લગાતાર તમે..

ઝેલ્યા છે તમારા ભરોસે કેટલાય પડકાર અમે...


હૃદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે..

વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે...


સિંહને મોઢું ખોલવાનું કહી ગણિત ગણનાર અમે..

પથ્થરે પાટુ મારી પેદા કરીએ એવા પાણીદાર અમે...


અટવાયા આજે ભોગવાદ ને ભ્રાંતવાદમાં અમે..

ચમત્કાર જોઈ દંડવત પડી કરતા નમસ્કાર અમે...


જીવ "જગત" જગદીશ સમજાવો ગીતાકાર તમે..

તમારો જ અંશ બની અવતરેલા અવતાર અમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational