આ જલેબી મીઠી મીઠી
આ જલેબી મીઠી મીઠી
શિયાળભાઈએ માંડી દુકાન જલેબીની
ખાવાને આવે સૌ કોઈ રોજ દોડી દોડી
આ જલેબી મીઠી મીઠી....!
સસલાભાઈ નિત નિત આવે
સાથે મોટા હાથીને એ લાવે
આ જલેબી મીઠી મીઠી....!
ગોળ ગોળ ને ગૂંચળાદાર જલેબી
ખાઈ જે એકવાર આવે રોજ દોડી
આ જલેબી મીઠી મીઠી...!
ગાંઠિયા ની દોસ્ત છે એ પાકી
દશેરામાં સૌએ હોંશે હોંશે ખરીદી
આ જલેબી મીઠી મીઠી...!
શિયાળભાઈએ ચણાના લોટમાં બનાવીને તળી
ચાસણીમાં નાખીને એને રે ઝબોળી
આ જલેબી મીઠી મીઠી....!
જોઈ મને હાથીના મોં માં આવ્યા પાણી
ખાધી મને હોંશે ઉંટ સાથે કરી રે ઉજાણી
આ જલેબી મીઠી મીઠી....!
