Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

આ ધરામાં કંઈક છે એવું

આ ધરામાં કંઈક છે એવું

1 min
200


આ ધરામાં કઈંક છે એવું…..


જગ પોથીઓ વાર્તા માંડે

સાગર  લાંઘી  વિશ્વે ખૂલે

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું


દે આવકારો દરિયા જેવો

મૂઠી ઊંચેરો ગુર્જરી  ભેરુ

હૈયું  વરસે  વાદળ જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું


રંગોની છાબથી ધરતી ગાતી

ગઢ તીર્થોને પાળિયે ખ્યાતી

ખ્વાબ ખમીરે રમતા રહેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું


સોમ શામળાને માના ખોળા

કોયલ મોરને પંખીના ટોળા

પ્રભાતે ખીલે મંગલા જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું


સંત સાવજનાં પારણાં ઝૂલે

ખુદને  ખીલવે લીલુડાં જેવું

પર કલ્યાણે દીવડા જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું


હસ્યા અંગ્રેજ  આ છે ગાંધી

ચપટી  મીઠે ઉડાડી  આંધી

વાહ  રે ગાંધી વિશ્વનું કહેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું


વટ વચનના ગૌરવ સૌરભ

અખંડતાનો શિલ્પી વલ્લભ

શ્વેત  ક્રાંતિના  મશાલ જેવું

આ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવું

રમેશ પટેલ(આકાશદીપ)



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational