Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy Others

3  

Sapana Vijapura

Tragedy Others

ઊછળતા સાગરનું મૌન ૧૪

ઊછળતા સાગરનું મૌન ૧૪

4 mins
13.6K


નેહા સાગરને મળીને ઘેર જવાં નીકળી. પગ જાણે સાંકળથી બંધાઈ ગયાં હોય એમ લાગતું હતું. પગ પાછાં પડતાં હતાં. પણ ઘેર પહોંચી ગઈ. આકાશની કાર બહાર પાર્ક કરેલી હતી. નેહાને જાણે ચક્કર આવી ગયાં. બસ બધું ખલાસ થઈ ગયું. કાંઈ બચ્યું નહી સાત વરસની મહેનત પર પાણી ફરી વળ્યું. માબાપની ઈજ્જત ધૂળમાં મળી જશે. પગ ઘસડતી એ ઘરમાં દાખલ થઈ. આકાશ સોફા પર બેઠો હતો. નેહાએ સ્મિત કરવાં પ્રયત્ન કર્યો. આકાશ ધૂઆફૂઆ દેખાતો હતો. આકાશે પૂછ્યું, "ક્યાંથી આવે છે, નેહા ?" અવાજમાં કડકાઈ હતી. નેહા સમજી ગઈ. કહ્યુ,"બજારમાં ગઈ હતી." આકાશ ધડાકથી ઊભો

થઈ ગયો. નેહાની નજીક આવ્યો. એનાં ઘૂંઘરાળા વાળ જોરથી પકડી ત્રાડ પાડી,"સાચું બોલ નહીંતર ગળું દબાવી દઈશ. સાચું બોલ્...સાલ્લી આવારાગર્દી કરે છે સાગર સાથે." 
નેહા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. "છોડ.. આકાશ મારા વાળ તણાઈ જાય છે. તું સમજે છે એવું કાંઈ નથી. મારી વાત તો સાંભળ." આકાશે ફરી ત્રાડ પાડી, 'હોટલમાં જાય છે રેસ્ટોરન્ટમાં જાય છે...સાલી મારી પીઠ પાછળ શું શું કરે છે! "એમ કહીને નેહાને જમીન પર પટકી. નેહાએ આકાશનાં પગ પકડી લીધાં. રડતાં રડતાં બોલી, "આકાશ મને માફ કરી દે..પણ તું મારી પૂરી વાત તો સાંભળ. વાત તો સાંભળ..."

આકાશે નેહાનાં બરડામાં જોરથી લાત મારી. મારે તારી કોઈ વાત સાંભળવી નથી સાલી ચારિત્ર્યહીન.તારા માબાપના સંસ્કાર જોઈ લીધાં. લગન પહેલાં પણ શું શું નહી કર્યુ હોય્. નેહા રડતી રહી કાંઈ બોલી શકી નહી. આકાશ એને બોલવા જ દેતો ન હતો. મૌન બની બધાં આરોપ સાંભળતી ગઈ. આકાશ એકવાર મને બોલવાં દે તો હું ખુલાસો કરું. પણ આકાશ તો બોલતો રહ્યો, "જો ઘરની બહાર પગ મૂક્યા છે તો તારું ગળું દબાવી દઈશ. શું સમજે છે તારા મનમાં મારા પૈસે રંગરેલિયો મનાવે છે. વાહ પતિ ગમતો નથી પ્રેમી સાથે ફરે છે. તું જો તું જો તારા કેવા હાલ હવાલ કરું છું.શું સાબિત કરવાં માંગે છે ? હે હું નપુસંક છું. તારી ઈચ્છા પૂરી નથી કરી શકતો એટલે પ્રેમી રાખે છે. સાલી વૈશ્યા....

નેહા બે પગ વચે માથું છુપાવી રડતી રહી. હે ભગવાન એક વાર આકાશ શાંતિથી મને સાંભળી લે. બસ એક વાર. બસ એક વાર. આકાશ પગથી પાટૂં મારી બેડરુમમાં ગયો. સર્વનાશ થઈ ગયો. હવે કાંઈ નહી સુધરે. આકાશ એક વાર મારી વાત પણ સાંભળી લે. પણ આકાશ ભાનમાં ન હતો ગુસ્સાથી આખો ધુજી રહ્યો હતો. નેહા લીવીંગરુમમાં ઘૂંટણિયાવાળી બેસી રહી. સાગરને ફોન કરે ? ના ના આકાશ સાંભળી લેશે તો ! ના ના આ કિસ્સાથી સાગરને દૂર જ રાખવો છે. આંખોમાંથી આંસું વહી રહ્યા હતાં. અસહાય બની ગઈ હતી. જાણે આખી દુનિયામાં એકલી. કોઈ નથી પોતાનું કોની પાસે જાય કોને કહે ? એક દોસ્ત

હતો. સાગર એ પણ હવે નથી. હે ઈશ્વર શા માટે આવી કસોટી કરે છે શા માટે ? આખી રાત એ જમીન પર સૂઈ રહી કોઈ પૂછવાં પણ ના આવ્યું. કે તું જમી ? કે તને પાણી જોઈએ છે કે તને ઊંઘ નથી આવતી ? આવી કોઈ આશા આકાશ પાસેથી રાખી ના શકાય. કદી આકાશે એનાં માથાં પર પ્રેમથી હાથ નથી ફેરવ્યો. કદી વહાલ નથી કર્યું.. હા પોતાની વાસના પૂરી કરવાં ઘણી વાર એનાં શરીરને પીંખી નાખ્યું છે. પણ પ્રેમથી વહાલથી હાથ પકડ્યો નથી. એનાં શરીરનો દુરુપયોગ કર્યો છે. પણ આત્મા સુધી ક્યારેય પહોંચ્યો નથી. આવી વ્યકિતનું મારા જીવનમાં હોવું ના હોવું બન્ને સરખું છે. હું ડરવાની નથી. આ સંબંધનાં જાળાં તોડવા જ રહ્યા.

અંદરથી આકાશનાં નસકોરાનો અવાજ આવતો હતો. નેહાએ સાગરનો નંબર ડાયલ કર્યો. સાગરે ફોન ઊપાડ્યો. 'સાગર, મને છોડાવ અહીંથી. આ કેદમાંથી નહીંતર હું મરી જઈશ. ગૂંગળાઈને." સાગરે કહ્યુ,"હું હાલ આવું છું. હું તારાં માટે જ આટલી દૂર આવ્યો છું. મારું દિલ કહેતું હતું કે નેહાને મારી જરૂર છે દિલથી દિલની રાહ (માર્ગ) હોય છે." નેહા એ કહ્યુ ના તું સવારે જ આવજે આકાશ જાય ત્યારબાદ લગભગ નવ વાગે. હું તારી સાથે ચાલી નીકળીશ. હું આવી રીતે ગુંગળાઇને મરવા નથી માંગતી. મારા મા બાપ દુખી થઈ જશે અને હું આકાશનાં જુલમ પણ નહીં સહન કરું."

નેહાએ ફોન રાખી દીધૉ. એને ખૂબ શાંતિ લાગતી હતી. મન એક મક્કમ નિર્ણય પર આવી ગયું હતું. બસ, આ બીચારાપણૂ છોડવાનો સમય આવી ગયો છે. આકાશનાં બધા જુલમ સહન કર્યા. હવે બસ. વધારે નહીં. સમાજને જે કહેવું હોય તે કહે. સમાજના માથાં પર આકાશ નામનો ડાઘ છે. હું નથી. જે પુરુષ સ્ત્રીની આમન્યા નથી કરી શકતો. માન નથી આપી શક્તો. અને પોતાની જીવન સંગિની સાથે રમત રમે છે. અને મહેણા ટોણા મારી એની આત્માને છલની કર્યા કરે છે, એવા પુરુષ સમાજનાં માથાં પર ધબ્બો છે. અને સ્ત્રીનો જન્મસિદ્ધ હક માતા બનવાનો છે. એનાં માટે કોઈ પ્રયત્ન નથી કરતો. હા બાળક થવું

કે ના થવું એ ભગવાનની મરજી છે પણ ડોકટર પાસે જવું એવાં જરૂરી પગલાં તો લેવાની ઈન્સાનની ફરજ છે. ઉલ્ટા સ્ત્રીને ઊતારી પાડે છે. હે ઈશ્વર આ માણસ સાથે રહીને હું શું કરું ? મારું કોઈ ભવિષ્ય આ માણસમાં મને નથી દેખાતું ઊલટાનું લાગે છે કે જો બે ચાર વરસ વધારે અહીં કાઢીશ તો કાં તો મેન્ટલ હોસ્પીટલમાં પહોંચી જઈશ અથવા મૃત્યુને ઘાટ ચડી જઈશ. ના ના આ અત્યાચાર હું નહી સહન કરું. આ નો અંત આવવો જ જોઇએ અને આવશે. કાલે સવારે હું સાગર સાથે ઊપડી જઈશ હું સાગર પર બોજ નહીં બનું પણ. આ કેદમાંથી નીકળી હું મમ્મી પપ્પા પાસે જઈશ. બસ નરકમાંથી સવારે

નીકળી જઈશ આકાશના નામ સાથે આકાશ સાથે કોઈ લાગણી કે પ્રેમ રહ્યા નથી. નેહા સ્વસ્થ થઈ. સોફામાં જઈ સૂઈ ગઈ. કાલની ઉષા નવાં સૂરજ લઈ આવવાની હતી…


Rate this content
Log in

Similar gujarati story from Tragedy