Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Drama Thriller Crime

4  

Pramod Mevada

Drama Thriller Crime

એક સબંધ આવો પણ... (ભાગ - 11)

એક સબંધ આવો પણ... (ભાગ - 11)

4 mins
14.6K


ઇશાએ જોયું તો ત્યાં ખૂણામાં એક નાનકડું સરસમજાનું ગલુડિયું હતું. કદાચ ઠંડી અને ભૂખના કારણે કણસી રહ્યું હતું. એણે પહેલા તો એના ઘરે લઈ જવા વિચાર્યું પણ પછી એની જોબના અનિશ્ચિન્ત સમયનો ખ્યાલ આવતા જ એનિમલ હેલ્પલાઇન પર ફોન કરી દીધો અને બધી વિગત આપી. હેલ્પલાઇન એ એમની એમ્બ્યુલન્સ દસ મિનિટમાં ત્યાં આવી જશે અને ત્યાં સુધી એ ગલુડિયાનું ધ્યાન રાખવા કહ્યું. ઈશા એ ગલુડિયા પાસે બેઠી અને એને હળવેકથી પસવારી રહી. થોડીક જ વારમાં એમ્બ્યુલન્સ આવી જતા ઇશાએ ગલુડિયાને સોંપ્યું અને એ ઘર તરફ આવવા નીકળી. 

ઘરે આવી જોયું તો મીના હજુ સુતી હતી. ઇશાએ પોતાના માટે કોફી બનાવી અને બારી પાસે બેસી ને બહારનું વાતાવરણ અને કોફીની ચૂસકી સાથે હમણાં હમણાં બની ગયેલી ઘટનાઓ વિશે વિચાર કરવા લાગી. અચાનક જ એને પ્રતીક યાદ આવતા એ ઊભી થઇ અને લેપટોપ લઈ આવી મેસેન્જર ચાલુ કરી પ્રતિકનો કોઈ મેસેજ છે કે નહીં એ જોવા લાગી. પ્રતિકનો કોઈ મેસેજ ન હતો. ઈશાએ ગગનનું ચેટ ઓપન કર્યું અને પહેલાથી છેલ્લા સુધીનું બધું કનવર્ઝન વાંચવા લાગી. જેમ જેમ વાંચતી ગઈ એમ એમ તેને ગગન પર ગુસ્સો આવવા લાગ્યો. એ વિચારી રહી. સારું થયું તેણે ગગનને પોતાનું ઓરિજિનલ આઈડી કે નામ ન હતું આપ્યું. આવા માણસો વિશ્વાસપાત્ર નથી હોતા. એને રિયાએ કહેલ વાત યાદ આવી ગઈ 'જો ઈશા આ સોશિઅલ મીડિયા પર બહુ સેન્ટિમેન્ટ નહિ થવાનું. નહીંતો અહીં બીજાઓને કોઈ ફેર નહિ પડે પણ તારું જીવન ડામાડોળ થઈ જશે.' ઈશા નિરાશાની ગર્તામાં સરી પડવાની તૈયારીમાં જ હતી ત્યાં અચાનક જ મેસેજની ટોન વાગી. એણે જોયું તો પ્રતિકનો ગુડ મોર્નિંગ મેસેજ હતો. એણે સામે રીપ્લાય આપ્યો ગુડ મોર્નિંગ. 

એટલામાં મીના પણ જાગી અને બહાર આવી એટલે ઇશાએ લેપટોપ બંધ કર્યું અને બાકી બચેલ કોફીનો છેલ્લો સિપ લઈ કિચનમાં ગઈ. ઈશા આજે ઘણી સ્વસ્થતા અનુભવાતી હતી. મીના તૈયાર થઈ જોબ પર જવા નીકળી પડી અને ઈશા આજે રજા રાખી ઘરે આરામ કરવા રહી ગઈ. મીના જતા જ ઇશાએ ફરી લેપટોપ ચાલુ કર્યું. એણે પ્રતીક કૈક અલગ જ માણસ અનુભવાતો હતો. એ કૈક અલગ છે બધા કરતા એવું લાગતું. એણે ફરી પ્રતિકને મેસેજ કર્યો 'હાય' 

પ્રતિકનો રીપ્લાય લગભગ અર્ધા કલાક પછી આવ્યો 'હાય સોરી હું ડ્રાઈવ કરતો હતો એટલે વાર લાગી રીપ્લાય આપતા.' 

ઈશા 'ઇટ્સ ઓહકે. કેમ છો?' 

પ્રતીક 'અમમમમ....... આમતો મજામાં છું એમ બધા કહે છે ખરા!' 

ઈશા ચમકી! મનમાં વિચારી રહી આ તે કેવો જવાબ? આમતો કોઈને પૂછીએ એટલે કહે કે મજામાં છું અથવા એમ કહે કે નથી મજા પણ આ અલગ જ કહે છે. 

એણે ફરી રીપ્લાય કર્યો 'આ કેવી વાત? કોઈ કહે તો જ મજા હોય?' 

પ્રતીક, 'ના પણ લોકોને જે દેખાતું હોય તે જ કહે ને! હા લોકોને હું મજામાં છું એવું દેખાય છે ખરા' 

ઈશા, 'સમજાયું નહીં.'

પ્રતીક, 'નો પ્રોબ્લેમ ઘણા બધાને નથી સમજાતું.'

ઇશાએ કોઈ જવાબ ન આપ્યો. એટલામાં મયુરનો ફોન આવ્યો ઇન્ડિયાથી એટલે ઈશા તેની સાથે વાત કરવા રોકાઈ. ફોન પર વાત કરતા કરતા એ એના ઇમેઇલ આઈડી પર આવેલા મેઈલ ચેક કરતી હતી ત્યાં એક મેઈલ રિતેશનો જોતા જ એણે મયુર સાથે વાત ટૂંકાવી અને મેઈલ વાંચવો શરૂ કર્યો. જેનો સાર કૈક આ મુજબ થતો હતો.

ઇશાજી મેં મારી રીતે બધી તપાસ કરાવી રિયાના અપહરણ વિશે. ઘણું આંચકાજનક સત્ય મારી સમક્ષ આવ્યું અને કદાચ જો હું જાહેર કરવા જાઉં તો મારા જીવને પણ જોખમ છે. તે છતાંય જો મને કઈ થાય ને હું ન રહું તો આ મેઈલ આપ પ્રિન્ટ કઢાવી આગળ ઇન્વેસ્ટિગેશન થાય એની માંગ કરી શકો એ હેતુથી આપને હું માહિતી આપી રહ્યો છું. 

સાથે એક એટેચ ફાઇલ હતી. જે ઇશાએ ડાઉનલોડ થવા મૂકી અને તે રાહ જોવા લાગી કે શું હશે એ માહિતી? 

આખી ફાઇલ પુરી ડાઉનલોડ થવા આવી ત્યાં જ એના લેપટોપની બેટરી ડિસ્ચાર્જ થતા તે બંધ થઈ ગયું. ઇશાને મનમાં ડર લાગ્યો કે ક્યાંક આ ફાઇલ ખરાબ ન થઈ જાય. તેણે ફટાફટ લેપટોપ ચાર્જમાં મૂક્યું અને રાહ જોવા લાગી. લેપટોપ ચાર્જ થવામાં લગભગ કલાક વીત્યો હશે. ઇશાએ આતુરતાથી લેપટોપ ચાલુ કર્યું અને મેઇલબોક્સમાં જોયું. ફાઇલ ફરી ડાઉનલોડ થવી શરૂ થઈ એટલે તે ફાઇલ પુરી ડાઉનલોડ થાય એની રાહ જોવા લાગી. આખરે ફાઇલ પુરી ડાઉનલોડ થઈ અને તેણે ફાઇલ ઓપન કરી. ફાઈલમાં પહેલા પેજ પર ફક્ત ટેક્સ્ટ જ હતા પણ બીજું પેજ ઓપન કર્યું ત્યાં તો............ (ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama