Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Inspirational Others

4.0  

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Inspirational Others

સાંભરે મારું લુંટાયેલું બાળપણ

સાંભરે મારું લુંટાયેલું બાળપણ

5 mins
1.3K


ખૂબ સરસ મજાની રમતોથી ભરેલું હોય છે બાળપણ. મિત્રો કેરો સંગ આજે પણ યાદ છે. વહેલી સવારે ઊઠી બહાર ફરવા જતાં સૂર્ય ઉદય એ દ્રશ્ય કેટલું રળિયામણું લાગતું આજે પણ નયનોમાં તેની તાજગી અનુભવાય છે. જાળવી રાખી છે કેટલી યાદોનો સથવારો જીવનભર છલકાય છે. 

જેમ ફૂલ ખીલે કેટલું રળિયામણું લાગે એવું અમારું બાળપણ હતું. આખો દિવસ ગામમાં ફરતા, સીમાડે જતાં સ્કૂલમાં મિત્રો કેરો સંગ અને મસ્તી કરતા કરતા સ્કૂલમાં પહોંચતાં, ક્યારેક અમથાં જ લડી પડતા અને થોડીક વારમાં ભેગાં થઈ જતાં. નાત જાતનો ભેદભાવ વગર સાથે બેસી જમતાં અને રમતાં સાથે હળી મળી ને એકમેકમાં રહેતા. 

પ્રકૃતિની ગોદમાં રમી રહેલા નાજુક નમણા છોડની માફક અમે તેમાં સમતા બાળપણ એવું હતું જેમાં અમે મન મૂકી ને જીવ્યા. બા બાપુ નો અનહદ પ્રેમ અને વહાલનો વરસાદ વરસતો રહતો. નાદાન બુદ્રીમાં તોફાન કરતા રહતા. કોઈ ભૂલ થાય તો વગર સંકોચે માફી માગી લેતા હતા. કોઈ પણ વાત હોય સારી કે નરસી આવીને મમ્મી - પપ્પા કે બા - બાપુ ને કહેતા. એમને ક્યારેક સલાહ આપતા. 

નાનપણથી માતા પિતા સાથે રહતી હતી. બાળપણની બહુ તો નહિ પણ થોડી ઘણી યાદો આજે પણ સગ્રહ કરી રાખેલ છે. જ્યારે હું નાની હતી ક્યારે નવી નવી વસ્તુ ભેગી કરતી રહેતી. કંઈ પણ નવી વસ્તુ મળે અને ગમે તેને ખૂબ કાળજી પૂર્વક સાચવી રાખતી. 

એક વાર અમે કથા સાંભળવા ગયા હતા અમે એ તો નહિ ખબર કે કથા શાની હતી પણ આજે પણ એના અમુક શબ્દો કાનમાં ગુંજી રહ્યા હોય એવું અનુમાન થાય છે. એ કથાના એક એક શબ્દ દિલને સ્પર્શી રહ્યા હતા. 

સવારે વહેલી ઊઠી મમ્મી તૈયાર કરી સ્કૂલે મોકલતી અને હું ખુશી ખુશી સ્કૂલમાં જતી હતી. સ્કૂલમાં યુનિફોર્મ અને રીબીન વાળા બે ચોટલા વાળી ને જવું પડતું એ મને બિલ્કુલ ન ગમતું એટલે હું ચોટલા છોડી રોજ આવતી ક્યારેક તો મમ્મી લડતી તો ક્યારેક પ્રસાદી પણ મળતી. 

વાસના ઘરમાં અમે રહેતા હતા. ઘરમાં માટી અને છાણનું લીંપણવાળું એક નાનકડું અમારું સ્વર્ગ જેવું ઘર હતું. ઘરની સામે જ એક ઘટાદાર લીમડાનું ઝાડ હતું. ઝાડ પર જાવ માટે એક સીડી મૂકી હતી અને ઝાડ પર એક ઝૂંપડી બનાવીને હતી. તેમાં અમે બધા રમતા વાચતા લખતા હતા. તે દિવસો યાદ આવતા સ્વર્ગમાં હોય તેવું લાગે છે.

સ્કૂલમાંથી છૂટતા પપ્પા સાથે દર ગુરુવારે સાંજે 5 વાગ્યે બજારમાં ફરવા જતી પપ્પા તેમના ખભા પર બેસાડી મને આખા બજારમાં ફેરવતા અને મનગમતી વસ્તુ લઈ આપતા હતા. હું ઘરમાં બધા માટે કંઇક ને કંઇક વસ્તુ લેતી આવતી. ક્યારે પણ પપ્પા કોઈ પણ વસ્તુ માટે ના નહિ પડતા. પપ્પા ઉદાર ભાવના ધરાવતા હતા. મને ક્યારે પણ બોલ્યા હોય તે યાદ નથી. 2001 ની સાલમાં પપ્પાને ઓફિસના કામથી કચ્છ જવાનું થયું 26 જાન્યુઆરી 2001 માં ભૂકંપ પછી પપ્પા કચ્છમાં ગયા. ત્યારે હું બહુ નાની પપ્પા વગર ખાતી ન હતી અને થોડા જ દિવસોમાં બિમાર પડી ગઈ. પહેલા અમારી પાસે ફોન ન હતાં એટલે મમ્મી એ ઓફિસના મુખ્ય સાહેબને વાત કરી અને તેમને ફોન કરી પપ્પાને જણાવ્યું પપ્પાને મારા બિમારીના સમાચાર સાંભળી બીજા જ દિવસે કામ પડતું મૂકી ઘરે આવતા રહ્યા હતાં.

પપ્પાને જોઈ હું ખુશીથી ખીલી ઊઠી પછી એક બે દિવસમાં સારું થઈ ગઈ પહેલા જેવી હસતી રમતી હતી. પણ કિસ્મત માં કંઇક બીજું જ લખાયેલું હતું. એવું જેની કલ્પના પણ ન કરી હતી. એક તોફાનનું વાવાઝોડું ફૂંકાંઈ રહ્યું હતું. પપ્પાનો ચેહરો હંમેશા હસતો રાખતા એમનું દુઃખ કોઈને ન કહેતા. તે બિમાર હતા. તેમને કમળો થઈ ગયેલો અને એવા પ્રદેશમાં અમે હતા જેની જાણ અમને ન થઈ અને જ્યારે કમળામાંથી કમળી થઈ ગઈ અને વધારે થઈ ગયું ત્યારે એમને ખબર પડી મમ્મી ક્યારેય ઘરની બહાર નીકળી ન હતી. મમ્મી એ હિંમત કરી પપ્પા અને અમે ત્રણ ભાઈ બહેન ને લઇ તે મામાના ઘરે આવી અને એમને મૂકી પપ્પાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં થોડા દિવસ રાખી ડોકટરે કહ્યું કે કેસ બગડી ગયો છે એટલે બીજી હોસપિટલમાં લઈ જાઓ એટલે વાર ન કરતા મમ્મી માસી મામા બધા આણંદની કોઈ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. 

ખૂબ દવા કરી ડોકટરે કહ્યું કે કદાચ એક વીક માંડ કાઢી શકે પણ કિસ્મત તો જુઓ કેટલી ક્રૂર, પપ્પા બે દિવસ ની અંદર જ એમને બધાને રસ્તે રઝળતા મૂકી દુનિયા છોડી પરમાત્માને વહાલા થઈ ગયા. એ સમય એ અમારા બધા પર દુઃખનું આભ ફાટી પડ્યું. ત્યારે કદાચ મારી ઉંમર નવેક વર્ષની હતી. નાનકડા ભાઈની જવાબદારી બધી મમ્મી અને ભાઈ પર આવી પડી અમારા બધાનું બાળપણ લૂંટાઈ ગયું, રમવાની ઉંમરે કામકાજની જવાબદારી નો ભાર ખભા પર આવી પડ્યો. 

સાસરીમાં મમ્મીને રાખવા કોઈ તૈયાર ન હતું, અમારા ચારેયનો ભાર લાગતો હતો એટલે મમ્મી ને પપ્પાના ગયાને 24 કલાક પણ પૂરા ન થાય હતા ને મમ્મી ને ન કહેવાના વેણ સાંભળવા પડ્યા હતાં. ત્યારે અમે બધું સાંભળતા, સમજતાં પણ બોલી ન શક્યા. મામા એ આવા વેણ સાંભળતા એમના બેન અને અમને બધાને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો અને મામાના ઘરે આશ્રય મળ્યો અને મજૂરી કરી મોટા થયા. ભાઈ અને મમ્મી કડિયા કામ, ખેત મજૂરી કરી અમારું ભરણપોષણ કરતા હતાં. 

કડકડતી ઠંડી હોય કે ધગધગતો તાપ હોય કે ઘનઘોર વાદળો સાથે ધોધમાર વરસાદ હોય કે પછી બીમાર હોય તો પણ તેઓ કામ કરતા ક્યારે કોઈ પણ રીતે એમને પપ્પાની ખોટ ના પાડવા દીધી. મમ્મી અને ભાઈ એ પોતાનું જીવન આખું કામ કરી અમારી ખુશી ન્યોછાવર કરી દીધી એમના ભાગની ખુશી પણ અમને આપી દેતા. એમનું ઋણ એટલું છે કે ક્યારેય ચૂકવી નહિ શકીએ પણ હા અમારાથી બને એટલી ખુશી આપવાની કોશીશ કરીશું. 

આમ કિસ્મતના માર્યા દુઃખો નસીબમાં લખાણા નાજુક નમણા ફૂલ ખીલે ક્યારે કરમાઈ ગયું એવું સુંદર હતું બાળપણ એક વાવાઝોડાથી લૂંટાઈ ગયું. ખુશીઓ ભરેલું આંગણ દુઃખોના વિશાળ સરોવરમાં તણાઈ જવાયું. મારું લુટાયેલું બાળપણ એમને ખુબ યાદ આવે છે ઊડવા માટે પાંખ ફડફડાટ થતાં હતાં ત્યાં તો સુરક્ષા કવચ છીનવી લીધું કેટલો ક્રૂર ઈશ્વર કે સ્મિતનું કારણ છીનવી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational